પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા સામેના રાજદ્રોહના આરોપો પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર

 પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા સામેના રાજદ્રોહના આરોપો  પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર 
 
 
ચાણસ્મા
રાજયની ભાજપ સરકાર દ્વારા પાટીદારો સામેના તમામ કેસો પરત ખેંચી લેવાયાની જાહેરાતો કરવામાં આવે છ ેતેમ છતાં તાજેતરમાં સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાના રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં સંડોવી ધરપકડ કરવામાં આવતાં તેના પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને ઠેર ઠેર આવેદનપત્ર આપી તેમની સામેના આરોપો પરત ખેંચી છોડી મુકવા માંગણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ગતરોજ ગુરૂવારે બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ તેમજ બેચર બહુચરાજી પાટીદાર સમાજ દ્વારા કન્વીનર હર્ષદભાઈ એ.પટેલની આગેવાનીમાં સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ કથીરીયા સામેના રાજદ્રોહના આરોપો તાત્કાલીક પાછા ખેંચી મુકત કરવા તેમજ રપ મી ઓગષ્ટના હાર્દિક પટેલના ઉપવાસ કાર્યક્રમને મંજુરી આપવા માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળા લક્ષ્મણભાઈ પટેલ, જશુભાઈ કાપડીયા, જીમીત પટેલ, ભાવીન પટેલ સહિતના પાટીદારો જાડાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.