02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / સાબરકાંઠાના ઇલોલમાં ગરકાવ થયેલા રાહુલની અંતે બોરવેલમાં જ દફન વિધિ

સાબરકાંઠાના ઇલોલમાં ગરકાવ થયેલા રાહુલની અંતે બોરવેલમાં જ દફન વિધિ   03/10/2018

હિમતનઞર ૧૭ કલાક સુધી મૃત્યુ સામે રાહુલ લડ્‌યો... તો ફાયર બ્રિગેડની ટીમ પણ તેને બચાવવા માટે ઝઝૂમી પણ અંતે તેનું મોત થતા એ જ બોરવેલ રાહુની જાણે સમાધી બની ગયો. ૧૭ - ૧૭ કલાકની અથાગ મહેનત બાદ પણ આદિવાસી પરિવારના લાડ્‌ક્વાયાનો જીબનદીપ આખરે બુજાઈ ગયો. અને એની બોરવેલમાં જ દફન વિધિ કરવી પડી. રાહુલ બામણીયા નામનો આદિવાસ પરિવારનો દોઢ વર્ષીય બાળક ગઈ કાલે સાંજે ૬ કલાકે ખેતરમાં આવેલી ઓરડીની આગળના બોરવેલમાં ગરકાવ થઇ ગયો. અને શરુ થયા કુદરતની આ ક્રૂર મજાક સામે માનવીના લડવાના અથાગ પ્રયાસ. હિમતનગર ફાયર બ્રિગેડ, અમદાવાદ ફાયર બ્રિગેડ, એન.ડી. આર.એફની ટીમ બધા મળીને એક માસુમની જિંદગી બચાવવા મથી રહ્યા પરંતુ છેલ્લે કુદરતનું ધાર્યું જ થયું. અને સવારે આ દોઢ વર્ષીય ફૂલને મુરજાઈ ગયેલું જાહેર કરાયું. ૮૦ ફૂટ ઊંડા બોરવેલમાંથી રાહુલને જીવતો તો નાં કાઢી ધકાયો પણ તેની લાશ પણ નાં નીકળી શકી. પથરાળ જમીન હોવાને લઈને ખોદકામ પણ અશક્ય હતું. છેલ્લે રાહુલના પરિવારજનોની સમજાવટ કરાઈ અને રાહુલને બોરવેલમાં જ દફન કરી દેવાનો નિર્ણય લેવાયો. ભારે હૈયે રાહુલના પિતાએ ૮૦ ફૂટ ઊંડે દટાયેલી લાશની વિધિ કરી. અને છેલ્લે આં જ બોરવેલમાં માટી ભરી તેની અંતિમ વિદાય આપી દેવાઈ. રાહુલનું મોત માનવીય ભૂલને લઈને થયું છે. 
આના પહેલા સાબરકાંઠા જીલ્લામાં આવી બે ઘટનાઓ બની ચુકેલી..પણ નસીબ જોગે બંનેમાં બાળકોનો આબાદ બચાવ થયેલો. આમ છતાં વહીવટી તંત્રે આમાંથી કોઈ બોધપાઠ નાં લીધો. અને એના કારણે જ એક માસુમની જિંદગી બોરવેલમાં હોમાઈ ગઈ.

Tags :