ઢૂંઢર ગામે બાળકી પર દુષ્કર્મના આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ

 
હિંમતનગર ના ઢૂંઢર ગામે બે દિવસ અગાઉ ૧૪ માસ ની બાળકી પર પરપ્રાંતીય શ્રમિક દ્વારા દુષ્કર્મ કર્યું હતું જેની પોલીસ દ્વારા  અટકાયત કરાઈ છે જેને જાહેરમાં ફાંસી થાય એ માટે કેન્ડલ માર્ચ યોજાઈ
 
હિંમતનગર ના ઢૂંઢર ગામની ૧૪ માસ ની બાળકી પર પરપ્રાંતીય શ્રમિક એ દુષ્કર્મ આચર્યું હતું.આરોપી ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આરોપીને સખત સજા થાય અને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને સાથે સરકાર દ્વારા સહાયતા કરવામાં આવે એવી માગણી સાથે ઠાકોર સેના ના અલ્પેશ ઠાકોર ની આગેવાનીમાં ઠાકોર સેના સહિત અન્ય સમાજ ના લોકો પણ મોટી સંખ્યા માં જોડાયા હતા. બાયડ ધારાસભ્ય ધવાલસિંહ ઝાલા પ્રાંતીજ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર સહિત મોડાસાના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો અને હિંમતનગર ના કોંગ્રેસ આગેવાન કમલેશ પટેલ સહિત ના નેતાઓ રેલીમાં હજાર રહ્યા હતા મહાકાલી મંદિર થઈ હિંમતનગર ના ટાવર ચોક સુધી રેલી યોજાઈ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.