02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / ઉંઝાની હિરેશ્વર પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૮૮૦૦૦ની મત્તા ચોરી ગયા

ઉંઝાની હિરેશ્વર પાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૮૮૦૦૦ની મત્તા ચોરી ગયા   18/08/2018

 
 
 
 
ઉંઝા
ઉંઝા શહેરમાં સ્થાનિક પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે છેલ્લા ઘણા વખતથી ઘરફોડ ચોરી, વાહનચોરી સહિત મિલકત ચિરૂ વિરૂધ્ધના ગુનાઓનું પ્રમાણ વધી જતાં લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાઈ છે. ઉંઝા ખાતે વિસનગર રોડ પર આવેલ હિરેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા પટેલ પ્રવિણભાઈ ઈશ્વરલાલ રાત્રિના સમયે મકાનમા સુતા હતા ત્યારે કોઈ તસ્કરોએ મકાનના પાછળના બેડરૂમની બારીના સળિયા વાળી દીધા હતા બાદ મકાનની અંદર પ્રવેશ કરી ફ્રીજમાં મૂકેલ આશરે ત્રણ તોલાનો સોનાનો દોરો રપ હજારની રોકડ રકમ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ૮૮૦૦૦ની મત્તાની ચોરી કરી ક્યાંક પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે ઉંઝા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

Tags :