02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / જર્જરિત ઝૂંપડામાં રહેતા વિજયનગરના વૃદ્ધાને 14 દિવસના કામના મળ્યા 97 હજાર

જર્જરિત ઝૂંપડામાં રહેતા વિજયનગરના વૃદ્ધાને 14 દિવસના કામના મળ્યા 97 હજાર   12/08/2018

સાબરકાંઠા: 9 ફેબ્રુઆરીના રોજ ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ નવીમેત્રાલમાં 'આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. 9 ઓગસ્ટનો દિવસ વિજયનગર તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલા જર્જરિત ઝૂંપડામાં રહેતા 75 વર્ષના ગોબરીબેન વડેરા માટે જિંદગીનો સૌથી યાદગાર દિવસ બની ગયો હતો. તેમને 14 દિવસના કામ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 97000 રુપિયાનો ચેક આપવામાં આવ્યો. આ સાથે જ હવે દાયકાઓથી તેમના પરિવારની પાક્કા મકાનની ઇચ્છા પૂરી થશે તેવું તેમને લાગી રહ્યું છે.

 

દાયકાઓથી તેઓ અને તેમના પરિવારના 8 સભ્યો સાંબરકાંઠાના વિજયનગર તાલુકાના જંગલોમાં આવેલા એક નાનકડા આદિવાસી ગામમાં જર્જરિત ઝૂંપડામાં રહે છે. જોકે રાજ્ય સરકાર હસ્તક ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(GSFDC)દ્વારા કરવામાં આવેલા ટીમરુના પાનના ઓક્શનથી વડેરાને રુ.96,728ની કમાણીનો ચેક સોંપવામાં આવ્યો હતો.

 

ગોબરીબેને 75ની વયે પણ આદિવાસી પટ્ટાના જંગોલમાં રઝળપાટ કરી 14 આદિવાસી જિલ્લાઓ પૈકી સૌથી વધું ટીમરુ પાન એકઠા કર્યા છે. સાંબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ગામમાં યોજાયેલા ખાસ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેને પોતાની જાતમેહનતની કમાણીનો ચેક આપવામાં આવ્યો હતો.

Tags :