02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / પગાર વધારાના મુદ્દે મહેસાણા જિલ્લાના આરોગ્ય કર્મી હડતાલ પર

પગાર વધારાના મુદ્દે મહેસાણા જિલ્લાના આરોગ્ય કર્મી હડતાલ પર   08/09/2018

 પગાર વધારાના મુદ્દે મહેસાણા જિલ્લાના આરોગ્ય કર્મી હડતાલ પર 
 
 
 
મહેસાણા
સુધારેલો પગાર વધારો જાહેર કરવામાં ન આવતા મહેસાણા જિલ્લા પંચાયતના હેલ્થ મિશનના સરેરાશ ૧૦૦ કર્મીઓ આરોગ્ય વિષયક સેવાઓ ઠપ કરી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરી જતાં મામલો ગરમાયો છે.
મહેસાણા જિલ્લા પંચાયતની આરોગ્ય શાળાના નેશનલ હેલ્થ મિશનમાં પગાર વધારાને લઈ માંગણીઓ ઉગ્ર બની છે. અગાઉ પગાર વધારો જાહેર કર્યા બાદ અયોગ્ય જણાતાં પાછો  લેવાયો હતો. આ પછી સુધારેલો નવિન પગાર વધારો છેલ્લા કેટલાક મહિનાઓથી જાહેર થયો નથી. જેનાથી અમલવારી નહિં થઈ શકતા કર્મચારીઓ અકળાયા છે. હેલ્થ મિશનના સરેરાશ ૧૦૦ કર્મચારીઓ જિલ્લા પંચાયતે દોડી આવી અનિશ્ચિત મુદતની હડતાલમાં જાડાઈ ગયા હતા, આમ આવશ્યક સેવાઓમાં અનિશ્ચિત મુદતની હડતાલથી ગ્રામીણ આરોગ્ય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

Tags :