02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ઝંડા ઊંચા રહે હમારા / ડીસાના ગવાડી વિસ્તારમાં ૭૨ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ

ડીસાના ગવાડી વિસ્તારમાં ૭૨ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ   17/08/2018

ડીસાના ગવાડી વિસ્તારમા અસગરી ચોકમાં ૭૨માં સ્વતંત્ર પર્વની ઉજવણી આન બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હઝરત સૈયદ મહમેદલી બાવા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં હઝરત સૈયદ મહમેદલી બાવાએ સહીદોએ આપેલી કુરબાની એળે ન જાય તે માટે તેમને આપેલી શહીદોની યાદ અપાવી હતી. આ પ્રસંગે હઝરત હસન અલી બાવા એ શહીદોની યાદ આપવી હતી. જયારે સદ્દામ અન્સારીએ જણાવ્યું કે ગવાડી વિસ્તારના દરેક યુવાનો ભણતરમાં  ભણી ગણીને દેશની સેવા કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્ર ગીત તથા દેશ શહીદોની યાદમાં સ્વતંત્ર પર્વેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોરપોરેટર શાદીકભાઈ કુરેશી તથા ગુલામશબ્બીર શેખ તથા પરવેઝ ભાઈ શેખ તથા સફી ભાઈ માસ્ટેર સહિત હાજર રહ્યા હતા. આ પ્રસંગે પજતન ગ્રુપ અસગરી ચોક જનડીઓથી સજાવી દીધો હતો.

Tags :