02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / 2 યુવકોની સાથે 19 વર્ષની એક યુવતીએ પણ કર્યું મહિલા સાથે દુષ્કર્મ

2 યુવકોની સાથે 19 વર્ષની એક યુવતીએ પણ કર્યું મહિલા સાથે દુષ્કર્મ   05/10/2018

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપીને 2 લોકોએ 25 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. મહિલાનો આરોપ છે કે 2 યુવકોના સિવાય એક 19 વર્ષની યુવતીએ પણ તેની સાથે યૌન શોષણ કર્યું. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ, સીમાપુરી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાએ મજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપતાં કહ્યું છે કે તે ગુરુગ્રામમાં એક પ્રાઇવેટ ફર્મમાં કામ કરતી હતી, પરંતુ થોડા મહિના પહેલા તેણે પોતાનું બિઝનેસ શરૂ કરવા માટે નોકરી છોડી દીધી હતી.
 
એક દિવસ તેની મુલાકાત આરોપીઓમાંથી એક વ્યક્તિ સાથે થઈ. તેણે ખુદને કોઈ આઇટી ફર્મનો સીનિયર એસોસિએટ બતાવ્યો હતો. આ વ્યક્તિએ જ અન્ય 2 આરોપીઓની સાથે તેની મુલાકાત કરાવી અને તમામ લોકો એકસાથે ઓનલાઇન કપડાં વેંચવાનો બિઝનેસ શરૂ કરવા માટે તૈયાર થઈ ગયા. તેના પછી મહિલાએ પંજાબથી બિઝનેસ સાથે જોડાયેલો કોર્સ કર્યો. એક દિવસ આરોપીઓએ બિઝનેસ માટે તેને 1.5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે કહ્યું, યુવતી પોતાના પિતા પાસેથી રૂપિયા લઈને ગુરુગ્રામ પહોંચી. તેના પછી તે આરોપીએ પીડિતાને રૂપિયા લઈને દિલ્હીના દિલશાદ કોલોનીમાં આવેલા તેમના ફ્લેટ પર બોલાવી જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો.
 
પીડિતાએ જણાવ્યું કે યુવતીએ તેની સાથે સેક્સ ટોયના માધ્યમથી યૌન શોષણ કર્યું. તેને કેટલાય દિવસો સુધી ફ્લેટમાં બંધ કરીને રાખવામાં આવી હતી. થોડા દિવસ પછી પીડિતા કોઈ રીતે તે ફ્લેટમાંથી ભાગવામાં સફળ થઈ અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ડીસીપી (શાહદરા) મેઘના યાદવે કહ્યું કે પીડિતાના નિવેદનના આધાર પર એક આરોપીની ઘરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
 

Tags :