મારે ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવું હતું : મોદી

 
 
 
 
દહેરાદૂન
દહેરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, આજે ઉત્તરાખંડમાં તમામ ઔદ્યોગિક સમુહના લોકો એકત્રિત થઇ રહ્યા છે. દેશ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં પરિવર્તનને લઇને અભૂતપૂર્વ શક્યતા રહેલી છે. આવનાર સમયમાં અનેક મોટા કામો થવા જઈ રહ્યા છે. દુનિયાની તમામ મોટી સંસ્થાઓ માની રહી છે કે, ભવિષ્યમાં ૮૦ કરોડ યુવાઓ ધરાવનાર ભારત દુનિયાની પ્રગતિ માટે એક ગ્રોથ એÂન્જન તરીકે સાબિત થશે. નવા ભારતના વિકાસમાં ઉત્તરાખંડની પણ મોટી ભૂમિકા છે. આજનું ઉત્તરાખંડ યુવા અને ઉર્જાથી ભરેલુ છે. અહીં વિકાસની વ્યાપક તકો રહેલી છે. ૧૩ નવા પ્રવાસ સ્થળોના વિકાસની પહેલ કરવામાં આવી ચુકી છે. દેશમાં એવિએશન સેક્ટરના વિકાસ માટે આશરે ૧૦૦ નવા એરપોર્ટ અને હેલિપેડ બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. ઇન્વેસ્ટર્સ સમિટ બે દિવસ સુધી ચાલનાર છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ૮ ઓક્ટોબરે સમાપન સત્રની અધ્યક્ષતા કરશે. ઉત્તરાખંડમાં અલગ છાપ ઉભી કરી રહ્યું છે. તે સ્પિરિચ્યુઅલ ઈકો ઝોન છે જે સ્પેશિયલ ઈકોનોમિક ઝોનથી વધારે છે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવા માંગતો હતો. કેમકે બંનેની જનસંખ્યા સમાન છે, બંને સમુદ્રી તટ પર છે. વિશ્વના અનેક દેશો કરતાં આપણાં રાજ્યોની તાકાત વધુ છે. મેક ઈન ઈન્ડિયા માત્ર ભારત માટે જ નથી, સમગ્ર વિશ્વ માટે છે. ભારતમાં ચારેબાજુ પરિવર્તનનો સમય છે. ફુડ પ્રોસેસિંગના મામલે પણ આજે ભારત વિશ્વમાં પહેલાં નંબરે છે. ઉત્તરાખંડમાં રોકાણકારોને સરકારી ઓફિસોના ચક્કર ન  મારવા પડે તે માટે એક પોર્ટલ પણ ચાલી રહ્યું છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.