02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / મોરબી શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખે રાજકોટની શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ, વીડિયો ક્લિપ કરી વાયરલ

મોરબી શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખે રાજકોટની શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ, વીડિયો ક્લિપ કરી વાયરલ   14/09/2018

મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખે રાજકોટની એક શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની અને યુવતીને લગ્ન કરવાનું દબાણ કરી તેનો બીભત્સ વિડિયો બનાવી વાયરલ કરી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેના આધારે પૂર્વ પ્રમુખે તે વીડિયો ક્લિપ વાયરલ કરીને તેની અન્ય સાથેની સગાઈ પણ તોડાવી હતી.
 
જોકે શિક્ષક પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી રાજકોટ ખાતે લઈ જઈ અવારનવાર શારીરિક સંબધ બાંધ્યા હતા, જે બાદ તેનો વિડિયો બનાવી સગા-સબંધી વાયરલ કરી તેની સગાઇ તોડવી નાખી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
 
રાજકોટની એક શિક્ષિકાને મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય કે સરડવાએ પરિણીત હોવા છતાં એક વર્ષ પહેલા મોરબીની શનાળા રોડ ખાતે આવેલી વાડીમાં ઓળખાણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. શિક્ષકનાં લગ્ન જીવન અંગે યુવતીને જાણ થતા બન્ને વચ્ચે વિવાદ થયો હતો.

Tags :