કોટડા ગેંગના બે આરોપીઓને પકડી ચોરીના ૨૧ મોટર સાયકલ સહીત રૂ. ૪,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત

 
 
સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠા, બનાસકાંઠા તથા મહેસાણા સહિત અન્ય જિલ્લાઓ તથા રાજસ્થાન રાજ્યમાંથી  મોટરસાયકલ ચોરી કરી તરખાટ મચાવનાર કોટડા ગેંગના બે આરોપીઓને પકડી  ચોરીના ૨૧ મોટર સાયકલ કિ.રૂ. ૪,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ   કબ્જે કર્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં ચોર ઇસમો દ્વારા મોટર સાઇકલોની ચોરીઓના બની રહેલ બનાવો  અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક પોલીસ અધિક્ષક વાહન ચેકીંગ કરી આરોપી  સદ્દામખાન નિજામખાન ઉર્ફે કાલુખાન મકરાણી, રહે.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન, સલમાનખાન વસીરખાન મેમણ (વોરા), રહે.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન નાઓને તા.૧૩/૦૮/૧૮ની અટક કરી તેમની પાસેની મો.સા. હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરની કિ.રૂ. ૨૦,૦૦૦/- ની કબ્જે કરી ખેરોજ પોલીસ સ્ટેશન  નોંધ કરાવી આગળની તપાસ સંભાળી લઇ આરોપીઓની ઉંડાણ પુર્વક પુછપરછ કરી હતી જેમાં બંને આરોપીઓએ તા- ૧૫/૦૭/૨૦૧૮ ના રોજ ઇડર પો.સ્ટે.ની હદના પ્રતાપપુરા ગામની સીમમાંથી હીરો કંપનીનુ સ્પેન્ડર નં. 
જી.જે.૦૯અ .પી.૫૨૪૨ ની ચોરી કરેલ હોવાની હકીકત મેળવી તેઓની ગેંગના મુખ્ય સુત્રધાર શકીલભાઇ રફીકભાઇ શેખ રહે.કોટડા છાવણી વાળો સંતાડી રાખવા આપી ગયેલ તે તથા બીજી ૧૯ મોટર સાયકલો મળી કુલ મોટર સાયકલ નંગ-૨૧ કી.રૂ. ૪,૬૫,૦૦૦/- કબ્જે કરી આરોપીઓ તથા મુદ્દામાલ ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.