હિંમતનગર દુષ્કર્મ ઘટનાનો પ્રત્યાઘાત: પાલનપુરમાં પરપ્રાંતિયોને નિશાન બનાવી પાણીપુરીની લારીઓ ઉંધી વાળી

હિંમતનગરમાં ચૌદ માસની બાળકી પર દુષ્કર્મના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુરમાં આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે અજાણ્યા શખ્સોએ પરપ્રાંતિયોને નિશાન બનાવતા પાણીપુરીની લારીઓ પર તોડફોડ કરતા ચકચાર મચી ગઈ હતી.
 
હિંમતનગર જિલ્લામાં 14 માસની દીકરી પર હેવાનિયત ગુજારનાર પરપ્રાંતિય અપરાધીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે હવે પરપ્રાંતીય ઈસમો નિશાન બની રહ્યા છે. ત્યારે પાલનપુરમાં પણ કેટલાક અજાણ્યા શખ્સોએ પરપ્રાંતિયોની પાણીપુરીની લારીઓને ઉંધી વાળી હતી.
 
14 માસની બાળકી પર દુષ્કર્મ કેસમાં પરપ્રાંતિય યુવકની સંડોવણીને લઈને પરપ્રાંતિયો રોષનો ભોગ બની રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પરપ્રાંતિયો સામે તવાઈ આવે તો નવાઇ નહીં. પાલનપુરમાં ગઠામણ દરવાજા રોડ પર પોલીટેક્નિક કોલેજ સામે અને મહાજન હોસ્પિટલ સામેની પાણીપુરીની લારીઓ ઉંધી વાળી તોડફોડ કરાઈ હતી. આ ઘટનાને પગલે પાણીપુરીની લારી ધરાવતા પરપ્રાંતીય ઇસમોમાં નાસભાગ મચી ગઇ હતી.
 
આમ, હિમંતનગરની ઘટનાને પગલે નિર્દોષ પરપ્રાંતિયોને નિશાન બનાવતી ઘટનાઓ "પાડાના વાંકે પખાલીને ડામ" જેવી બની રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.