02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / પાલનપુરમાં પોલીસે તબીબ ઉપર ડંડાવાળી કરતાં આક્રોશ

પાલનપુરમાં પોલીસે તબીબ ઉપર ડંડાવાળી કરતાં આક્રોશ   13/09/2018

 પાલનપુરમાં પોલીસે તબીબ ઉપર ડંડાવાળી કરતાં આક્રોશ
 
 
પાલનપુર
પાલનપુરમાં ટ્રાફિક નિયમનના નામે પોલીસ દબંગાઈ પર ઉતરી આવી હોવાની રાવ ઉઠી છે. જેનો કડવો અનુભવ એક તબીબને થયો હતો. ટ્રાફિક નિયમન કરવા નીકળેલી પૂર્વ પોલીસ મથકની ટીમે સીમલાગેટ અંબાજી મંદિર પાસે એક મહિલાની કારના ટાયરમાંથી હવા કાઢી હતી.આ બાબતે એક તબીબ કહેવા જતા પોલીસે જાહેરમાં તબીબને ડંડા મારી પોલીસ મથકે લઈ જઈ લોકઅપમાં પુરી દીધા હોવાની રાવ ઉઠી છે. જેના પગલે પોલીસ સ્ટેશનમાં લોકોનું ટોળું એકત્ર થઈ જતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પાલનપુરમાં છેલ્લા ૧૫ દિવસથી પોલીસ દ્વારા અમદાવાદ પોલીસ ની કાર્યવાહીની જેમ સાંજે ટ્રાફિક નિયમન કરવામાં આવી રહ્યું છે. 

Tags :