રામ રાખે તેને કોણ ચાખે..!!પ્રચલિત કહેવત સાચી ઠરી

 
ટ્રેકટર રીવર્સમાં વીજ થાંભલા સાથે ટકરાતાં થાંભલો ધરાશાયી
 
 
રામ રાખે તેને કોણ ચાખે કહેવત ગઈ કાલે મીઠી પાલડી ગામે સત્ય પુરવાર થવા પામી હતી.
દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામે પ્રજાપતિ રગનાથભાઈ પોતાનું ડીઆઈ ટ્રેક્ટર જીજે.૮.સી.રરર૯ જાતે ચલાવીને પોતાના ખેતરેથી ગામ તરફ આવતા હતા,જ્યારે રસ્તામાં પાંજરાપોળ આગળ કોઈ કારણસર અચાનક ટ્રેક્ટરને બ્રેક ના લાગતા તેમજ આ સ્થળે મોટો ઢાળ હોવાથી અચાનક ટ્રેક્ટર રીવર્સ થતાં જ્યા પાછળ સાઇડમાં ઉભેલ ચાલુ વીજ લાઇનના થાંભલા સાથે ટકરાતાં ત્યાંજ ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. તેમજ ચાલુ લાઇનનો વીજ થાંભલો પણ તૂટીને ટ્રેક્ટર ઉપર પડ્‌યો હતો છતાં પણ કુદરતનો કરીશ્માતો જુઓ..!!! ટ્રેક્ટર ચાલકને ક્યાંય ખરોંચ પણ આવવા પામી ન હોતી તેમજ સદનસીબે આ સમયે રસ્તામાં આગળ પાછળ કોઈ રાહદારીઓ કે વાહનો ના આવતા હોવાથી મોટી જાનહાની ટળી હતી. તેથી લોકોએ ભગવાનનો પાડ માન્યો હતો. 
ઉપરોક્ત ઘટનાને પગલે આજુ બાજુ થી ગામ લોકો દોડી આવતા  ઘડીભર તો ટ્રાફિક પણ જામ થવા પામ્યું હતું. તેમજ જી.ઈ.બી.ના કર્મચારીઓએ પણ તત્કાળ દોડી આવીને પોતાની ફરજ નિભાવી તાત્કાલિક પરિસ્તિથિને કાબૂમા લેવાની કોશિષ કરાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.