02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / છારાનગરમાં બ્લોક ફિટ કરવા બાબતે પાડોશી સાથે ઝઘડામાં 1 પોલીસ કોન્સ્ટેબલનું મોત

છારાનગરમાં બ્લોક ફિટ કરવા બાબતે પાડોશી સાથે ઝઘડામાં 1 પોલીસ કોન્સ્ટેબલનું મોત   04/10/2018

અમદાવાદના છારાનગર વિસ્તારમાં થયેલી અથડામણમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું છે. જેમાં બે પરિવારના સભ્યો સામસામે ઝઘડતા એક પરિવારના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકને પાડોશી પરિવારે ઢોર માર મારી પેવર બ્લોક મારતા છાતીના ભાગે વાગ્યું હતું. જેમાં તેનું મોત નીપજતા સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 
છારાનગર ફ્રી કોલોની પાણીની ટાંકી પાસે બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેવર બ્લોક લગાવવામાં આવી રહ્યા હતા. જેમાં બે પડોશી પરિવાર વચ્ચે પહેલા પોતાના ત્યાં પેવર બ્લોક લગાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નિપજ્યુ હતું. કોર્પોરેશનના કર્મચારીઓ બંકિમચંદ્રના ઘર પાસે પેવર બ્લોક લગાવી રહ્યા હતા. ત્યારે તે ઘરમાં હતા.

Tags :