02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / મહિલાકર્મીઓ માટે અમદાવાદ રેલવેએ યોજ્યો સ્પેશિયલ પ્રવાસ

મહિલાકર્મીઓ માટે અમદાવાદ રેલવેએ યોજ્યો સ્પેશિયલ પ્રવાસ   11/10/2018

અમદાવાદ- વેસ્ટર્ન રેલવે કર્મચારી યૂનિયન અમદાવાદ વિભાગ દ્વારા રેલવેમાં કાર્યરત મહિલાઓ માટે એકદિવસીય અંબાજી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેમાં કાર્યરત મહિલાઓને અંબાજી દર્શન તેમજ અન્ય રમણીય સ્થળોની મુલાકાતની સાથે સાથે મહિલા પ્રશિક્ષણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ ડિવીઝનમાં કાર્યરત 80 મહિલા રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન યૂનિયન દ્વારા મહિલાઓની અવેરનેસ માટે રેલ્વેમાં WREUનું યોગદાન. વિષય પર કેમ્પમાં હાજર મહિલા દ્વારા એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags :