02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / નેસડા ગામના સરપંચે ભાભર પોલીસ સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા : તપાસનો આદેશ

નેસડા ગામના સરપંચે ભાભર પોલીસ સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા : તપાસનો આદેશ   06/10/2018

 
 
 
તા.પ્રતિ. ભાભર
ભાભર તાલુકાના નેસડા ગામના સરપંચ સહિત કેટલાક લોકોને ભાભર પોલીસે જન્માષ્ટમીના દિવસે નેસડા ગામેથી જુગાર રમતા પકડ્યા હોવાનો ગુનો ભાભર પોલીસ મથકે અગાઉ નોંધાયો હતો. આ કેસ ખોટો કર્યો હોવાના આક્ષેપ સાથે નેસડા ગામના સરપંચે હાઈકોર્ટના દ્વારા ખખડાવતા કોર્ટના આદેશથી ભાભર પોલીસ સામે તપાસનો આદેશ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
અગાઉ ભાભર પોલીસ મથકના તત્કાલીન પી.એસ.આઈ અને પોલીસ કર્મી સામે એક મહિલાની છેડતીના મામલે મહિલા હાઈકોર્ટે જતાં બન્ને સામે એફ.આઈ.આર. હાઈકોર્ટના આદેશથી નોંધાઈ હતી. જ્યારે વર્તમાન પી.એસ.આઈ. સામે ખોટો કેસ કર્યાનો આક્ષેપ થતાં ચકચાર મચી છે. નેસડા ગામે ગોકુળ આઠકના દિવસે નેસડા ગામના સરપંચ તેજાજી રવજીજી ઠાકોર અને ગામના સેવાભાવી લોકો ગામમાં ફાળો ઉઘરાવતા હતા.

Tags :