02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / કુડાનો ખેડૂત દાડમની ખેતીમાં આંતરપાક દ્વારા વર્ષે ૧૭ લાખ ઉપરાંતની કમાણી કરે છે

કુડાનો ખેડૂત દાડમની ખેતીમાં આંતરપાક દ્વારા વર્ષે ૧૭ લાખ ઉપરાંતની કમાણી કરે છે   10/10/2018

 
 
લાખણી તાલુકામાં અનેક ખેડૂતો બાગાયતી ખેતી દ્વારા આર્થિક સક્ષમ બની રહ્યા છે અને ખેડૂતોએ દાડમની ખેતીમાં તો કાઠું કાઢ્યું છે. તેમાં પણ કુડા ગામના એક નિરક્ષર ખેડૂતે પોતાની આગવી કોઠા સૂઝ દ્વારા દાડમની ખેતીમાં આંતરપાક તરીકે તરબૂચની ખેતી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વાર્ષિક સરેરાશ ૧૭ લાખ કરતા પણ વધુ આવક મેળવી કૃષિવિદ્દોનું  ધ્યાન ખેંચ્યું છે જ્યારે અન્ય ખેડૂતો ને આંતર પાક માટે પ્રોત્સાહિત કર્યા છે. જેના કારણે તેઓને તાલુકાનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રણની કાંધીએ આવેલા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નિરક્ષર ખેડૂતો પણ ક્લાસ વન અને ટુ ના અધિકારીઓને પાછળ રાખી દે તેવી આવક પોતાની આગવી કોઠાસુઝ ના લીધે કરી રહ્યા છે. 

Tags :