02744-220264, 222764       rakhewal@gmail.com
Home / અરવલ્લી / પશુઆહારની આડમાં લવાતો ૬૪૧ પેટી દારૂ પોલીસે કર્યો જપ્ત

પશુઆહારની આડમાં લવાતો ૬૪૧ પેટી દારૂ પોલીસે કર્યો જપ્ત   14/08/2018

 પશુઆહારની આડમાં લવાતો ૬૪૧ પેટી દારૂ પોલીસે કર્યો જપ્ત
 
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બેફામ દારૂની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે શામળાજી નજીક પોલીસે એક ટ્રકમાંથી મોટીસંખ્યામાં દારૂનો જથ્થો ઝડપ્યો છે.અરવલ્લીના શામળાજી નજીક વેણપુર ગામની સીમમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ચેકિંગ દરમિયાન તપાસ કરતા ટ્રકમાંથી ૬૪૬ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.ટ્રકમાંથી ૬૪૬ પેટી ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો. પશુઆહારની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. શામળાજી પોલીસે ટ્રક ચાલક અને અન્ય એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :