02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડીસા તાલુકાના લુણપુર ગામે ઝટકા મશીનનો કરંટ લાગતા યુવકનું મોત

ડીસા તાલુકાના લુણપુર ગામે ઝટકા મશીનનો કરંટ લાગતા યુવકનું મોત   11/09/2018

  ડીસા તાલુકાના લુણપુર ગામે ઝટકા મશીનનો કરંટ લાગતા યુવકનું મોત
 
 
 
ડીસા
ડીસા તાલુકાના લુણપુર ગામે ખેતરમાં ઝટકા મશીનથી કરંટ લાગતા એક ૩પ વર્ષીય યુવકનું મોત નીજપ્યુ હતું. પરંતુ ખેતર માલીકે આ ગુનો છુપાવવા માટે મૃતક યુવકની લાશને ખાડો ખોદી જમીનમાં દાટી દીધી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. 
ડીસા તાલુકાના લુણપુર ગામે એક ખેતરમાં પશુઓથી રક્ષણ મેળવવા માટે મુકેલા ઝટકા મશીનનો કરંટ લાગતા કલાજી મદારજી ઠાકોર ઉ.વ.૩પ નામના યુવકનું મોત નિપજ્યું હતું. જાકે ખેતરના માલીકે આ ઘટના બહાર ન આવે તે માટે મૃતક યુવકની લાશને જમીનમાં ખાડો ખોદી દાટી દીધી હતી. આમ એક ગુનો છુપાવવા તેને બીજા ગુનો આચર્યો હતો. દરમીયાન આ બાબતે ડીસા તાલુકા પોલીસને ખાનગી બાતમી મળતાં ઘટના સ્થળે જઈ યુવકની લાશને બહાર કઢાવી હતી. બાદમાં લાશને પી.એમ.અર્થે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 
 

Tags :