02744-220264, 222764       rakhewal@gmail.com
Home / મહેસાણા / મહેસાણામાં ગેંગરેપ પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી નામંજુર

મહેસાણામાં ગેંગરેપ પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી નામંજુર   11/09/2018

 
 
 
મહેસાણા
મહેસાણામાં તાજેતરમાં એક પરિણીતા પર રિક્ષામાં બેસાડી લઈ જઈ કથિત ગેંગરેપ કરવાની ઘટના બનવા પામી હતી, આ ગુનામાં પોલીસે આઠ જણા સામે ગુનો નોંધી સાત આરોપીની ધરપકડ કરી માત્ર ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી હતી, આ ગુનામાં એક આરોપીએ એડિશનલ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતાં કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
મહેસાણાને કલંકીત કરતી ઉપરોક્ત ઘટના ગત ર ઓગસ્ટ ર૦૧૮ ના રોજ બની હતી. જેમાં શહેરના રાધનપુર ચાર રસ્તા પાસેથી એક પરિણીતાને રાધનપુર જવાનું હોઈ આરોપી રિક્ષા ચાલકે તેણીને રિક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યાએ તેણીને લઈ જઈ અન્ય સાગરિતોને બોલાવી સામૂહિક દુષ્કર્મ આચાર્યું હતું. આ ચકચારી ઘટનામાં પોલીસે ગણત્રીના કલાકોમાં છ જેટલા આરોપીને ઝડપી લીધા હતા,  જ્યારે અન્ય બે પૈકી એક આરોપીની ધરપકડ કરી હતી.
આ ગુનામાં ઝડપાયેલ સોહિલ મહેબુબભાઈ સીપાઈએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી.  ત્યારે આ જામીન અરજી ગત શુક્રવારે મહેસાણાના અધિક સેસન્જ જ્જ એચ.જી.રાવલ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ભરતકુમાર જી.પટેલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

Tags :