ડીસાના રસાણા ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ રસાણા ગામના પાટિયા નજીક આજે હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં કોઈ અજાણ્યો વાહનચાલક રોડ ક્રોસ કરી રહેલ એક અજાણી મહિલાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો જે ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું આ બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરેટીના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવી મૃતક મહિલાની લાશને પી.એમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.