02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ગામના ૩૨ આવાસોનું ઇ-લોકાપર્ણ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ગામના ૩૨ આવાસોનું ઇ-લોકાપર્ણ   24/08/2018

  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ગામના ૩૨ આવાસોનું ઇ-લોકાપર્ણ 
નવાપુરાના આવાસ યોજનાના લાભાર્થી સાથે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી સાધ્યો સંવાદ 
 
 
પ્રાંતિજ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વલસાડ જિલ્લાના જુજવા ગામેથી સમગ્ર રાજયના ૧.૫૧ લાખ આવાસોનું ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરાના ૩૨ લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ કરાયો હતો. 
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં રૂ. ૬૧.૩૯ કરોડના ખર્ચે ૪૧૦૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સીતવાડા નજીકના નવાપરા ગામના ૩૨ લાભાર્થીઓનો સમાવિષ્ટ થાય છે. જેનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વલસાડ ખાતેના કાર્યક્રમથી ઇ-ગૃહ પ્રવેશ કરાવી નવાપુરા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કેશરબા ચૌહાણ સાથે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધ્યો હતો અને આવાસ યોજનાથી થયેલા લાભ અંગે વિગતે વાત કરી હતી.                              
ઇ-ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ  જયેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ સહિત અન્ય અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :