02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ડીસા ખાતે પીલર બેઈઝ ઓવરબ્રીજના ખાતમુહુર્ત માટેના ચક્રો ગતિમાન

ડીસા ખાતે પીલર બેઈઝ ઓવરબ્રીજના ખાતમુહુર્ત માટેના ચક્રો ગતિમાન   03/10/2018

 ડીસા ખાતે પીલર બેઈઝ ઓવરબ્રીજના ખાતમુહુર્ત માટેના ચક્રો ગતિમાન 
 
 
 
 
 
 
                     બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ ડીસાના યુવાન, ઉત્સાહી અને કર્મઠ ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડ્યાના સંયુક્ત પ્રયાસોથી ડીસા નગરની વર્ષો જુની માથાના દુઃખાવા સમાન અતિભયંકર સમસ્યાનું નિવારણ થતાં ડીસા હાઈવે ઉપર પીલર બેઈઝ  ઓવર બ્રીજ બનાવવાની મંજુરી મળી જતાં જ તેનું ટેન્ડર પણ બહાર પડી ચુક્યું છે. પીલર બેઈઝ ઓવરબ્રીજની કામગીરી સંભવત જાન્યુઆરી ર૦૧૯ થી શરૂ થનાર છે. આ ઓવરબ્રીજનું ખાતમુહુર્ત નજીકના દિવસોમાં જ થાય તે માટેનાં ચક્રો પણ ગતિમાન થયેલ છે અને દીવાળી આસપાસ ખાતમુહુર્તની વિધિ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઈ શાહ તેમજ અન્ય આગેવાનો, મંત્રીઓની ઉપÂસ્થતિમાં વાજતે ગાજતે મોટી માનવમેદનીની હાજરીમાં થાય તેવી ચર્ચા વિચારણા પણ ચાલુ છે. 

Tags :