રંગીલુ રાજકોટ બન્યું નશીલું રાજકોટ! આરોપીઓને પકડવા પોલીસ ફકીર બની, 3ની ધરપકડ

રંગીલુ રાજકોટ બન્યું નશીલું રાજકોટ. હમણાંથી રાજકોટમાં એક પછી ક્રાઈમના કિસ્સાઓ વધતા જાય છે, ત્યારે જંગલેશ્વરમાં ચાર દિવસ પૂર્વે 8 કિલો ચરસનો જથ્થો મળ્યા બાદ બુધવારે બપોરે પોલીસે ફકીરનો વેશ ધારણ કરી જંગલેશ્વરમાં દરોડો પાડી મદીના નામની મહિલાના મકાનમાં દરોડો પાડી અંદાજે 350 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો.
 
રાજકોટ પોલીસને આ ઘટનામાં 17 લાખથી વધુના ગાંજા સહિત 33.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બે મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
 
આ ઘટનામાં મદીનાની સાગરીત એક યુવતી પણ પોલીસ સકંજામાં આવી હતી. મોડીરાત સુધી દરોડાનો દોર ચાલુ રહ્યો હતો અને વધુ આરોપીઓ તેમજ ગાંજાનો જથ્થો હાથ લાગવાની શંકા સેવાઇ રહી છે.
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના જંગલેશ્વરના ગાંધીચોકમાં રહેતી નામચીન મદીના ઉર્ફે સાવરણી ઓસમાણ જુણેજાના મકાનમાં ગાંજાનો મોટો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં એસઓજીની ટીમ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસ બિલીપગે કુખ્યાત મહિલાના ઘરમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરતાં જ ગાંજાનો અંદાજે 350 કિલો જથ્થો મળી આવ્યો હતો. મદીનાને અટકમાં લઇ પોલીસે તપાસ કરતા અન્ય કેટલાક ઇસમોના ઘરે પણ ગાંજો સપ્લાય થયાની માહિતી મળતાં પોલીસે અન્ય કેટલાક સ્થળોએ પણ દરોડા શરૂ કર્યા હતા.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.