"અમીરગઢ મુકામે મંત્રી પરબતભાઇ પટેલના અધ્યઅક્ષસ્થાને ૭૨મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરાઇ."

 
 
"વડાપ્રધાનશ્રી નરેન્દ્રરભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન
 હેઠળ દેશ પ્રગતિના સોપાનો સર કરી રહ્યો છે."
                                   --- મંત્રીશ્રી પરબતભાઇ પટેલ 
 
"મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત
 રાજયની પ્રગતિનો નવો નકશો કંડાર્યો છે."
--- મંત્રીશ્રી પરબતભાઇ પટેલ
(માહિતી બ્યુ્રો પાલનપુર) 
             બનાસકાંઠા જિલ્લાટના અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે ૭૨ માં સ્વોતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી પરબતભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરીને જિલ્લા કક્ષાના સ્વપતંત્રતા પર્વની ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં મંત્રીશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું  હતું કે સ્વાહતંત્ર્ય પર્વના આજના દિવસે મા ભારતીને હ્રદયપૂર્વક વંદન કરી દેશ માટે શહીદ થનાર શહીદોને શ્રધ્ધાં જલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણરવર્મા, ઇન્દુલાલ યાજ્ઞિક, ભગતસિંહ જેવા અનેક વીર સપૂતોનું સ્મરણ કરી દેશને માટે શહીદી વહોરનારા શહીદોને વંદન કરીને શ્રધ્ધાં જલિ અર્પણ કરીએ. 
          મંત્રીશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે વર્ષો પહેલાં ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે સેંકડો રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ હતું. આજે ગુજરાતના બીજા એક પનોતા પુત્ર અને આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક ભારત શ્રેષ્ઠક ભારતના નિર્માણ માટે કમરકસીને ભારતને આંતરરાષ્ટ્રી્ય ફલક પર વધુ દૈદીપ્ય માન બનાવ્યું છે. તેમણે કહ્યું કે આઝાદીના સાત-સાત દાયકા પછી પણ દેશના વિકાસમાં અવરોધરૂપ પાયાના પ્રશ્નો સામે આપણે લડી રહ્યા છીએ. આપણું ભારત સ્વાવલંબી, સુખી અને સમૃધ્ધ બને તેમજ છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે આપણને શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપમાં સક્ષમ અને દીર્ઘદ્રષ્ટીપૂર્ણ નેતૃત્વ સાંપડ્યું છે. તેમણે જણાવ્યું કે દેશ ખુબ ઝડપથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં વિશ્વ બેંકે નોંધ્યું છે કે ભારતની અર્થ વ્યવસ્થા દુનિયામાં સૌથી ઝડપથી સુધરી રહેલી અર્થવ્યવસ્થા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.