ગામડાઓમાં ચાલતી નોન-ગ્રાન્ટેબલ શાળાઓ પર લટકતી તલવાર : બનાસકાંઠામાં માધ્યમિક શિક્ષણની હાલત કફોડી

 
 
 
 
                    રાજ્ય  સરકાર  દ્વારા છેવાડાના ગામમાં માધ્યમિક શિક્ષણની  સુવિધા ન  પહોંચતી ત્યારે સેવાભાવી  ટ્રસ્ટો સંચાલિત  નોન- ગ્રાન્ટેબલ શાળાઓને શરૂ કરી છેલ્લા ઘણા સમયથી મસમોટું બાંધકામ કરી ગરીબ બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે અનેક સુવિધા પુરી  કરી અવિરતપણે શિક્ષણ આપી શિક્ષણ બાબતમાં અનેક રીતે પ્રગતિમાં સહભાગી બન્યાં તેવા જે છેલ્લા  ઘણાં સમયથી એક જ શાળામાં આશરે દશ વર્ષથી  વધુ સેવા આપનાર અનેક કર્મચારી આ શાળા આજે નહિ તો કાલે  ગ્રાન્ટેબલ થશે. અને આપણી સેવાની કદર કરી સરકાર તરફથી કાયમી રોજગારી  મળી  રહેશે.  તેવી  આશા  સાથે  સેવા આપતા  કર્મચારીની આશા  પર  પાણી ફરી  વળ્યું જ્યારે ઘણા સમયથી સરકારએ નોન- ગ્રાન્ટેબલ શાળાને ગ્રાન્ટેબલ કરવાની નીતિ બંધ કરતાં એમાં પણ ઓછું હોય જે ગામમાં નોન- ગ્રાન્ટેબલ શાળા વર્ષોથી ચાલતી તેવી  શાળાને  ગ્રાન્ટેબલ ન કરી તેજ ગામમાં નવી માધ્યમિક શાળા સરકાર દ્વારા કે આરએએમએસ દ્વારા  ચાલુ કરી જેથી બન્ને શાળામાં વિદ્યાર્થીની સંખ્યાના અભાવે સરકારની શાળા કે આરએએમએસ અથવા  નોન- ગ્રાન્ટેબલ શાળા બંધ  થતા શિક્ષક ફાજલ પડે અથવા પોતાની રોજગારી ગુમાવી કાયમી બેકાર બને  છે એવા ઘણા કર્મચારી હશે જે ઘરનાં જવાબદાર વ્યÂક્ત હશે. પોતાના  માતા- પિતા તેમજ પોતાના પરિવારનું ગુજરાન તેમજ અન્ય સામાજિક વ્યવહાર કેવી રીતે કરવા તેવી માનસિક  Âસ્થતિ, આર્થિક Âસ્થતિ, અન્ય નોકરીમાં ઉંમરનો બાધ,  પ્રાઈવેટ નોકરી પર  લટકતી તલવાર આવા નોન-ગ્રાન્ટેડ  શાળામાં સેવા આપતા કર્મચારીની દુઃખ Âસ્થતિનું સરકાર  કંઈક વિચારે તેવી આશા. 
નોન-  ગ્રાન્ટેડ  શાળામાંના કર્મચારીનો વિચાર  કરી સરકાર એ રાજ્યના શિક્ષણ  વિભાગ દ્વારા જે નવી શાળા ચાલુ અલગથી  કરવામાં આવે  છે. તેના બદલે જે  ગામમાં વર્ષોથી  ચાલુ નોન- ગ્રાન્ટેડ શાળાને ગ્રાન્ટેડ કરે અથવા  કર્મચારીનો પગાર આપે તો સરકારને અનુભવી કર્મચારી મળી રહે અને વર્ષોથી સેવા આપનાર  કર્મચારીને કાયમી રોજગારી મળી રહે. નોન- ગ્રાન્ટેડ શાળાએ ઉભુ કરેલ મસમોટું બાંધકામ તેમજ  ટ્રસ્ટી તેમજ  સરકારના સંયુક્ત સાહસથી બાળકોને ઉત્તમ પ્રકારની સુવિધા  મળી રહે તેવી આશા  લોકો સેવી રહ્યા છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ નોન  ગ્રાન્ટેડ શાળાના બક્ષીપંચના  વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ  કરેલ છે. તથા સાયકલ સહાય પણ બંધ  કરેલ છે. તેમ જાણવા મળેલ  છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.