02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાલનપુર નગરપાલિકાના 2 કૉંગ્રેસી નગરસેવકો સસ્પેન્ડ,કૉંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

પાલનપુર નગરપાલિકાના 2 કૉંગ્રેસી નગરસેવકો સસ્પેન્ડ,કૉંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ   10/10/2018

પાલનપુર નગરપાલિકાના 2 કૉંગ્રેસી નગરસેવકોને  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ગેરહાજર રહ્યા હતા. આથી પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ તેમની સામે  પગલાં લેવાયા છે અને કૉંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.પાલિકાના વોર્ડનં.11 ના મંજુબેન ભરતભાઇ પટણી અને વોર્ડ નં.4 ના ગુલશનબેન અહેમદભાઈ ચુનારાને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જેને લઇ કોંગ્રેસ સદસ્યોમાં ખળભળાટ વ્યાપી ગયો છે.