થરાદ વિસ્તારમાં જાણે તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવો બનતાં હોય છે ત્યારે થરાદ વિસ્તારના ઢીમા રોડ પર ખેડૂતના રહેણાંક મકાનમાં ચોરી થઇ હતી જેમાં ઘરમાં રાખેલ પેટી તસ્કરો ઉઠાવી ગયા હતા અને રોડની બાજુમાં રાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. થરાદ પોલીસ ને જાણ કરતાં પીઆઇ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ઢીમા રોડ પર રહેતા ચુડમેર ગામના શીવાભાઈ વરણના ખેતરમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર શખ્સો ઘરમાં રહેલ પેટી (ટંક) લઇ ને ફરાર થઈ ગયા હતા. જેમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત અઢાર હજાર રૂપિયા રોકડા સહિત લઇ ફરાર થઈ ગયા. જેને પગલે થરાદ પોલીસ ને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.