સરસ્વતિ ના અમરાપુરા ગામમાં પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો પાટણ એસઓજી ટીમના હાથે ઝડપાયા

સરસ્વતિ ના અમરાપુરા ગામમાં પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો પાટણ એસઓજી ટીમના હાથે ઝડપાયા

બોગસ તબીબના કલીનીક પરથી રૂ. ૩૦ હજારની દવાઓનો જથ્થો મળી આવ્યો: પાટણ જિલ્લાના સરસ્વતિ તાલુકાનાં અમરાપુરા ગામ માંથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી રહેલા બોગસ બે તબીબો પાટણ એસ.ઓ.જી. પોલીસ ના હાથે ઝડપાતા ટીમે બંને બોગસ તબીબના કલીનીક પરથી રૂ. ૩૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેર અને જિલ્લા મા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબો સામે કાયદેસરની કાયૅવાહી કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા અપાયેલ સુચના અનુસાર પાટણ એસઓજી પોલીસ ટીમે સધન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી.

સરસ્વતિ તાલુકાના અમરાપુરા ગામમાં ધો. ૧૨ પાસ ગુલામમહંમદ ઇસ્માઇલભાઈ અલ્લાઉદ્દીન ડોડીયા ઉ.વ.પર મુળ રે. હિંમતનગર હાલ રે. અમરાપુરા, તા. સરસ્વતિ તથા સહલભાઈ સોયેબભાઈ યુસુફભાઈ ભોરણીયા (ઉ.વ.૨૬) રે. ભીલવણ, તા. સરસ્વતિ નામનાં બે બોગસ તબીબો કોઈપણ જાતનાં તબીબ પ્રમાણપત્ર કે ડિગ્રી વગર જ ગામમાં તબીબી પ્રેકટીશ કરી પોતાની દવાખાનાની હાટડી ચલાવીને દર્દીઓને તપાસી દવાઓ-ઇન્જેક્શન આપીને સારવાર કરે છે જે હકીકત આધારે એસઓજી ટીમે અમરાપુરા ગામમાં ઓચિંતો છાપો માંરીને ઉપરોક્ત બંને ઉધાડપગા તબીબો ને રૂ.૩૦ હજારની કિંમતની દવાના જથ્થા સાથે આબાદ ઝડપી લઈ તેઓની સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા પાટણ પંથકમાં ડીગ્રી વગર ના ડોકટરો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *