વિસ્તારમાં રહીશોએ રેતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો પાટણ શહેરમાં ઇ બાઈકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઇ બાઇકમાં અચાનક જ આગ લાગતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને થોડીવાર માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ રેતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ વલ્લભ સોસાયટી ના મકાન નંબર 41માં પાકૅ કરેલ ઈ- બાઈક માં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગતા થોડીવારમાં એકાએક ઇ- બાઈક માંથી ધુમાડા નીકળતા સળગી ઉઠયું હતી. ઈ-બાઈક માં આગ લગતા સોસાયટી માં અફરા-તફરી મચી જવા પામી હતી. ઈ- બાઈક ના માલિકે જણાવ્યું હતું કે પહેલા ઈ બાઈકની બેટરીમાંથી ધુમાંડા નીકળવા લાગ્યા હતા અને હું કાઈ સમજુ તે પહેલા જ ઇ-બાઇકમાં એકા એક આગ ભભૂકી ઊઠી હતી. બાદમાં મે બુમાબુમ કરતાં આસપાસ ના લોકો એકઠા થયા હતા અને લોકોએ ઇ-બાઈક ઉપર રેતી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને બાઈકમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાથી થોડીવાર માટે સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.