મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. શુક્રવારે સવારે લગ્ન સમારોહમાંથી લોકોને લઈ જતી હાઈસ્પીડ બસ પલટી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે. આ અકસ્માતમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. 27 ઘાયલ લોકોને માનગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મૃતકોની ઓળખ સંગીતા જાધવ, ગૌરવ દરાડે, શિલ્પા પવાર અને વંદના જાધવ તરીકે કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિની ઓળખ હજુ બાકી છે.
બીજી તરફ રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એલપીજી ટેન્કર વાહન સાથે અથડાયું હતું. આ પછી ટેન્કરમાં આગ લાગી હતી. 40 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જેમાં 35 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.