એલસીબી પોલીસ દ્વારા ગાડીની નંબર પ્લેટ બદલી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ
2.68 લાખનો વિદેશી દારૂ અને ક્રેટા ગાડી સહિત કુલ રૂ.8.76 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા એલસીબી પોલીસ ટીમ ભાભર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ સબબ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બેડા ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળતા ભાભર ગાય સર્કલ તરફથી એક ક્રેટા ગાડી જેના નંબર અધૂરા હોઇ માત્ર 855 નંબર લખેલ હતો. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેરાજભાઈ રામજીભાઈ રબારી (રહે મલુપુર થરાદ) ભરીને રાધનપુર હાઇવે તરફ જનાર છે હોવાની બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા ભાભર કટાવ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરેલ.
જે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા જે ગાડી ચાલકે ગાડી ઉભીના રાખતા એલસીબી ની ટીમ દ્વારા ગાડીનો પીછો કરવામાં આવેલ. જેથી ચાત્રા ગામ પાસે ગાડી ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ પરથી નીચે ઉતરી ગયેલ તેથી ગાડી ચાલક નાસી ગયેલ પોલીસ દ્વારા ક્રેટા ગાડીની તપાસ કરતા અંદરથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર મળી આવેલ.
જે કુલ બોટલ ટીન 1977 (કિંમત રૂ 2.68.266 રૂપિયા) તેમજ ક્રેટા ગાડી (કિંમત 6 લાખ રૂપિયા) તેમજ 1 મોબાઈલ મળી કુલ રૂ.8.73.266 નો મુદ્દામાલ કબ્જે લઈ તેમજ ક્રેટા ગાડીનો સાચો નંબર GJ 18 BP 8686 ની જગ્યાએ ખોટી રજીસ્ટ્રેશન પ્લેટ જેનો નંબર GJ 0 FD 855 વાળી ખોટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવી ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટી નંબર પ્લેટનો ખરા તરીકે ઉપયોગ કરતા ક્રેટા ફરાર ગાડી ચાલક મેરાજભાઈ રામજીભાઈ રબારી વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ તથા બી.એન.એસ.એકટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.