કોંગ્રેસનો પેલેસ્ટાઈન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર દેખાઈ આવ્યો છે. પ્રિયંકા ગાંધીની એક તસવીર સામે આવી છે જેમાં તેમની બેગ પર પેલેસ્ટાઈન લખેલું છે. કોંગ્રેસના સાંસદ આ બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. હવે આ બેગને લઈને રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપે પ્રિયંકા ગાંધી પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે કહ્યું કે પ્રિયંકા મુસ્લિમ મતોને ખુશ કરવા માટે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને આવી છે.
પ્રિયંકાએ ઈઝરાયેલ પર નિશાન સાધ્યું હતું
આ વર્ષે ઓક્ટોબરમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક વર્ષ વીતી ગયા બાદ પણ પ્રિયંકા ગાંધીએ ઈઝરાયેલને નિશાન બનાવ્યું હતું. ગાઝામાં વધી રહેલા મૃત્યુ વચ્ચે પ્રિયંકાએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, “ગાઝામાં 7,000 લોકોની હત્યા બાદ પણ હિંસાનો સિલસિલો અટક્યો નથી.” આ 7,000 લોકોમાંથી 3,000 માસૂમ બાળકો હતા.” વાયનાડમાં ચૂંટણી લડતી વખતે પણ પ્રિયંકા ગાંધીએ પેલેસ્ટાઈનનો મુદ્દો સતત ઉઠાવ્યો છે.